પતિ બનવુ બહુ અઘરૂ છે

જ્યારે હુ ઓફીસે પહોચ્યો, પત્નિ નો ફોન આવ્યો....

"આજે કઈ તારીખ છે?"...

હુ વિચારમા પડી ગયો...

મે કહયુ આજે ૧૨ સપ્ટેમ્બર...

ફોન કપાઇ ગયો....

મારા વિચારોના ચગડોળ ચાલુ..

એનો બર્થ ડૅ???.. ના..
મારો???... ના..
એનીવર્સરી???..ના..
છોકરાનો બર્થડે???...ના..
સાસરી મા કોઈનો?? .. ના...

ગેસ બુકીન્ગ??... લાઈટબિલ...ના

તો....
કેમ તારીખ...?

લન્ચ અને સાન્જની ચા સવાલોના ચકકરમા જ ખોવાઇ ગયા..

ઘરે પહોચ્યો...

ટેણીયો કાર પાર્કીન્ગ પાસે જ રમતો હતો... તેને પુછયુ.. રસોડાનુ વાતાવરણ કેવુ છે? સુનામી ? ચક્રાવાત?..

છોકરો કહે .. બધુ બરાબર છે.

કેમ? .. તારી મમ્મી એ મને સવારે તારીખ પુછી હતી?

છોકરો હસીને કહે .. એતો મે કેલેન્ડરના થોડા પાના સવારે ફાડી નાખ્યા હતા... મમ્મી કન્ફ્યુઝ થઈ ગઇ હતી...
😀